home share

કીર્તન મુક્તાવલી

(૧) ટેક ન મેલે રે તે મરદ ખરા જગમાંહી

સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

અભેસિંહજીની ટેક

લોધિકાના અભેસિંહ બાપુ પાકા સત્સંગી હતા. કોઈ દી અફીણ ખાય નહિ કે દારૂ પીવે નહિ. એવી તેમની પાકી ટેક હતી. એક દી તેઓ જામનગર જામસાહેબની કચેરીમાં ગયા. ત્યાં બધા ગરાસિયા દરબારો દારૂ પીતા હતા. તેમણે વિચાર્યું કે: “આજ અભેસિંહ દરબારની ટેક તોડાવવી.” તેમને બધાને સ્વામિનારાયણ ઉપર દ્વેષ હતો. તેમણે અભેસિંહ બાપુને દારૂ પીવા આગ્રહ કર્યો પણ તેમણે ના પાડી.

દરબારોએ વિચાર્યું કે: “જામસાહેબના હાથે અપાવીએ.” જામસાહેબ પણ ખૂબ દારૂ પીને ઘેનમાં હતા. બધાએ કહ્યું, “બાપુ, આ અભેસિંહજી દારૂ પીવાની ના પાડે છે. આપ ધરશો તોય નહિ અડે.”

બાપુ બોલ્યા, “એમ? લાવો પ્યાલી.”

પછી બાપુ જાતે અભેસિંહજી પાસે આવ્યા ને પ્યાલી ધરી અને પીવા આગ્રહ કર્યો. અભેસિંહજીએ પહેલાં ઘણી ના પાડી. પછી એકદમ તલવાર કાઢીને જામસાહેબના હાથમાં આપતાં કહ્યું, “બાપુ, જ્યાં લગી આ ધડ ઉપર માથું છે, ત્યાં લગી તો આ દારૂનો ઘૂંટડો ગળેથી ઊતરશે નહિ. આપ ધણી છો. આ તલવારથી મારું માથું વાઢીને પછી મને પાવ.”

જામસાહેબ એકદમ ભાનમાં આવી ગયા. તેમને અભેસિંહજીનો ભાર પડી ગયો. તેમને ભૂલ સમજાઈ અને પાછા વળી ગયા. પછી જામસાહેબ પણ અભેસિંહજીને હળવું વેણ ન બોલી શકે. અભેસિંહ બાપુએ સ્વભાવનો પક્ષ ન રાખ્યો, સત્સંગનો પક્ષ રાખ્યો.

‘ટેક ન મેલે રે, તે મરદ ખરા જગ માંહી.’ નિયમ, ધર્મ આદિ ઉપાસનાની ટેક શિર સાટે પાળવી. ટેક મજબૂત રાખે તેને કોઈ ચળાવી શકતું નથી.

[યોગીજી મહારાજની સત્સંગ કથાઓ: કથા ૬]

(1) Ṭek na mele re te marad kharā jagmāhī

Sadguru Brahmanand Swami

Abhesinhaji’s Firmness

Abhesinhaji of Lodhika was a staunch satsangi. He never ate opium or drank alcohol. Such was his firmness. One day, he went to the court of Jam Saheb of Jamnagar. All of the darbārs there were drinking alcohol. They decided to break Abhesinha’s firmness because they opposed Swaminarayan. They pressured Abhesinha to drink; however, Abhesinha refused.

The darbārs thought that they should have Jam Saheb offer it to Abhesinha personally. That way, Abhesinha would not be able to refuse. Jam Saheb himself was drunk. They said to him, “Bapu, Abhesinha refuses to drink your alcohol. Even if you offer it, he will not drink.”

Bapu (Jam Saheb) said, “Is that so? Give me a glass.”

Then, Bapu came to Abhesinha and pressured him to drink. Abhesinha said no several times. After much insistence, Abhesinha then drew his sword and gave it to Jam Saheb and said, “Bapu, as long as my head is on this neck, I will not take even a gulp of alcohol. You are my superior. If you insist I drink, then cut my head off and pour it down my neck.”

Jam Saheb came to his senses. He was deeply impressed by Abhesinha’s firmness and backed down. After this, Jam Saheb was not able to insist on mild matters to Abhesinha. Abhesinha did not side with swabhāvs, he sided with satsang.

‘Tek na mele re, te marad kharā jag māhi.’ (One who does not back down on his firmness are true soldiers in this world.) Niyam, dharma, upāsanā should be firm even if one were to lose one’s head. No one is able to sway one who has such firmness in their resolve.

[Yogiji Maharajni Satsang Kathao: Katha 6]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase